લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / અરબી સમુદ્રમાં ભેજવાળા પવનો ફૂંકાતાં રાજ્યમાં માવઠાની આગાહી,અમદાવાદમાં ગરમી વધશે

રાજ્યમાં ઠંડીની વિદાય થઈ રહી છે ત્યારે ફરીવાર ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.ત્યારે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે.જેમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે ‘અરબી સમુદ્ર તરફ ભેજવાળા પવન ફૂંકાતા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 19 ફેબ્રુઆરીએ હળવો વરસાદ પડી શકે છે. આ સિવાય રાજ્યના મોટાભાગના હિસ્સામાં સૂકું વાતાવરણ રહેશે.આમ આગામી બે દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત જોવા મળે છે.ત્યારે એ પછીના 3 દિવસ લઘુતમ તાપમાનમાં 2-3 ડીગ્રીનો વધારો થઇ શકે છે.આમ વરસાદની શક્યતાને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

આમ રાજ્યના ગાંધીનગરમાં 14,દીવમાં 16.4,વડોદરા-સુરેન્દ્રનગરમાં 16.8,ભુજમાં 17,ભાવનગરમાં 19.5,સુરતમાં 19.6 ડીગ્રી સુધીનું લઘુતમ તાપમાન નોંધાયું હતું.ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે જ્યારે ગરમીમાં વધારો અનુભવાઇ રહ્યો છે.આગામી 3-4 દિવસમાં લઘુતમ તાપમાનમાં 3 ડીગ્રી સુધીનો વધારો થઇ શકે છે.આમ વધુ ભેજવાળા વાદળો હશે તો વલસાડ,તાપી,સાપુતારા તેમજ પંચમહાલ,દાહોદ,મહીસાગર તેમજ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. આ સિવાય અરવલ્લી,સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્રનું વાતાવરણ વાદળછાયું રહેવાની શક્યતા છે.

આમ હવામાન વિભાગ દ્વારા ઠંડીનો ચોથો તબક્કો આવે તેવી સંભાવના દર્શાવાઇ રહી છે.પરંતુ તાપમાન બહુ નીચું જવાની સંભાવના ઓછી છે.આમ આ સિવાય ફેબ્રુઆરીના અંત ભાગમાં ઉનાળાની શરૂઆત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આમ હિલ સ્ટેશન માઉન્ટઆબુમા પણ ઠંડીમાં ઘટાડો નોંધાયો છે.

આમ રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ઠંડીનું જોર ઘટી ગયું છે અને તાપમાનનો પારો પણ ઊંચો આવ્યો છે.જેના કારણે ગરમી અને ઠંડી અનુભવાઈ રહી છે.