લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / સુરતમાં ઓક્સિજનની અછત સર્જાતા હજીરા ખાતેની આર્સેલર મિત્તલ કંપનીમાં દર્દીઓને સારવાર અપાશે

સુરત શહેરમાં ઓક્સિજનની અછત સર્જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે ત્યારે મહારાષ્ટ્રની કંપનીએ ઓક્સિજનનો પૂરવઠો ઓછો કરી દીધો છે. જેના કારણે ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે.આમ હજીરા સ્થિત આર્સેલર મિત્તલ કંપનીમાં ઓક્સિજન બને છે.પરંતુ ટેકનિકલ કારણોને લીધે ઓક્સિજન સપ્લાય કરી શકે તેમ નથી.આમ આવી સ્થિતિમાં જે દર્દીઓ છે તેમને ત્યાં જ બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો કંપની દ્વારા દર્દીઓને ઓક્સિજન પૂરું પાડી શકાય તેમ છે.આમ અત્યારે રાજ્ય સરકાર સાથે કંપનીના સંચાલકોએ ચર્ચા કરી છે.ત્યારબાદ 1000 જેટલા બેડ ઉભા કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.