લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / હરિદ્વારમાં આજથી કોરોના રિપોર્ટ ફરજીયાત કરવામાં આવ્યો

દેશમાં વધતા જતા કોરોનાના કેસનાં પગલે હરિદ્વાર આવતા યાત્રીઓ માટે જીલ્લાની સીમા પર આજથી કોરોના તપાસ રિપોર્ટ લાવવો ફરજીયાત કરવામાં આવ્યો છે.જેની તપાસ વિના કોઈ યાત્રીનો હરીદ્વારમા પ્રવેશ નહિં થાય.જે બાબતે પેરામિલીટરી ફોર્સ સહીત પોલીસ દળ સીમા પર તૈનાત કરી દેવામાં આવ્યું છે અને સીમા પર કોવિડ એન્ટીજન ટેસ્ટની સાથે જ આર.ટી.પી.સી.આર ટેસ્ટની પણ તૈયારીઓ કરવામાં આવી છે.

આમ આવતીકાલથી કુંભ મેળાનાં નોટિફીકેશન સાથે જ મેળાની વિધીવત શરૂઆત થઈ રહી છે.જે અનુસાર કુંભમેળો 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી રહેશે.જેમાં હાઈકોર્ટનાં આદેશ બાદ કોવિડ 19ની ગાડલાઈનનું પાલન આજથી જ કરવામાં આવશે.આમ અત્યારસુધી સરળતાથી હરીદ્વાર કુંભમાં યાત્રીઓ પહોંચી રહ્યા હતા.પરંતુ બુધવારથી તપાસ વિના કોઈપણ યાત્રીને હરિદ્વાર નહીં મોકલવામાં આવે.જેમાં રજીસ્ટ્રેશન અને 72 કલાકમાં આર.ટી.પી.સી.આર રિપોર્ટ જોઈને જ યાત્રીને હરિદ્વાર તરફ મોકલવામાં આવશે.આમ આર.ટી.પી.સી.આરનો નેગેટીવ રીપોર્ટ ન લાવનાર યાત્રી માટે એન્ટીજન ટેસ્ટની તૈયારી પણ સીમા પર કરાઈ છે.આમ આ સિવાય ચિડિયાપુર,ભગવાનપુર સ્થિત સીમાઓ પર પણ સખ્તાઈ રાખવામાં આવશે.