લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / હરિદ્વારમાં ચાલી રહેલા મહાકુંભમાં કોરોના વિસ્ફોટ થયો

કોરોનાની બીજી લહેર વચ્ચે હરિદ્વારમાં ચાલી રહેલા મહાકુંભમાં લાખો ભાવિકો તેમજ સેંકડો સંતો એકઠા થઈ રહ્યા છે.જેના કારણે કોરોના સંક્રમણ ફેલાવાની શક્યતા વધી ગઈ છે.ત્યારે મહાકુંભમાં 100 ભાવિકો તેમજ 20 સંતો કોરોનાથી સંક્રમિત થયાની વાતને સમર્થન મળ્યુ છે. જેના કારણે તંત્રની ચિંતા વધી ગઈ છે.આમ આરોગ્ય વિભાગના કહેવા મુજબ રવિવાર રાત થી સોમવાર સાંજ સુધીમાં કુંભમેળામાં આવેલા 18,000 જેટલા ભાવિકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.જેમાંથી 102 લોકોમાં સંક્રમણ હોવાનુ જાણવા મળ્યુ હતુ.આમ કુંભમાં 31 લાખથી વધુ ભાવિકો પહોંચ્યા છે.