લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કુંભમેળાને કોરોનાનું ગ્રહણ લાગશે- કુંભમેળો 30 દિવસ સુધી ચાલશે

કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને હરિદ્વારમાં શરૂ થનારા કુંભમેળાની સમયમર્યાદા ઘટાડવામાં આવી છે.જેમાં હવે 1 એપ્રિલથી શરૂ થનારો કુંભમેળો માત્ર 30 દિવસ સુધી જ ચાલશે.આમ મુખ્ય સચિવ ઓમપ્રકાશના વડપણ હેઠળ મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.આગામી ટૂંક સમયમાં કુંભમેળાને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવશે.આમ તો કુંભ મેળાની સમયમર્યાદા 27 ફેબ્રુઆરીથી 27 એપ્રિલ સુધી પ્રસ્તાવિત કરાઈ હતી. પરંતુ હરિદ્વારમાં કુંભના દિવ્ય અને ભવ્ય આયોજનને ધ્યાનમાં રાખી સરકાર તૈયારીઓ કરી રહી છે.પરંતુ કોરોનાના સંકટે મુશ્કેલીઓ વધારી દીધી છે.આમ કુંભમાં લાખોની સંખ્યામાં ભીડ એકઠી થાય છે તેથી કોરોનાને મોકળું મેદાન મળવાની સંભાવના રહે છે.જોકે આ પહેલાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે કુંભમેળાની સમયમર્યાદા 48 દિવસ રાખવાનો નિર્ણય લીધો હતો.