લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / હરિદ્વાર કુંભમેળા માટે કોરોના ટેસ્ટ જરૂરી હાઈકોર્ટનો નિર્ણય

દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત આવી રહેલા ઉછાળાને પગલે ફફડાટ ફેલાઈ ગયો છે.કોરોના સંક્રમણની બીજી લહેરથી હરિદ્વારમાં ચાલી રહેલા કુંભ ઉપર પ્રભાવ પડ્યો છે.જેમાં ઉત્તરાખંડ હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે કુંભમાં આવતા તમામ લોકોએ પોતાનો RT-PCR ટેસ્ટ કરાવી નેગેટિવ રિપોર્ટ બતાવવો આવશ્યક રહેશે.હાઈકોર્ટે મુખ્યમંત્રી તીરથસિંહ રાવતના નિર્ણયની ટીકા કરી હતી જેમાં તેમણે કુંભમાં આવવા માટે યાત્રાળુને કોરોના ટેસ્ટ કરાવવાની જરૂર નહીં હોવાનું જણાવ્યું હતું.આ ઉપરાંત હાઈકોર્ટે જણાવ્યું હતું કે જે લોકોએ વેક્સિન લીધી છે અને જેઓ કુંભમાં સ્નાન કરવા આવે છે તો તેમણે પોતાનું સર્ટિફિકેટ દર્શાવવું પડશે તો જ તેમને ટેસ્ટમાંથી રાહત મળી શકશે.તેમજ અન્ય તમામ લોકોએ પોતાનો કોરોના ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે અને રિપોર્ટ નેગેટિવ આવશે તેને જ કુંભ મેળામાં જવા માટેની મંજૂરી આપવામાં આવશે.