લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / હરિદ્વાર મહાકુંભમાં આજે બીજું શાહી સ્નાન

હરિદ્વાર મહાકુંભમાં સોમવાર સવારથી બીજું શાહી સ્નાન ચાલી રહ્યું છે.જે શાહી સ્નાનમાં તમામ અખાડાના સાધુ-સંતો આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે.જેમાં હજારોની સંખ્યામાં સામાન્ય શ્રદ્ધાળુઓ સ્નાનનો લાભ લેવા એકઠા થયેલા છે.જેમાં નેપાળના અંતિમ રાજા જ્ઞાનેન્દ્ર વીરસિંહ પણ હરિદ્વાર આવ્યા છે અને તેઓ સંતો સાથે શાહી સ્નાનનો આસ્વાદ લેશે.આમ ભારે ભીડ હોવાના કારણે અનેક જગ્યાએ કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું.આમ શાહી સ્નાનના એક દિવસ પહેલા ઉત્તરાખંડમાં કોરોનાના ખૂબ જ ભયાનક આંકડા સામે આવ્યા છે.જેમાં છેલ્લા 24 કલાકમાં 1,333 નવા કેસો નોંધાયા હતા અને 8 લોકોના મોત થયા હતા.