લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / હરિયાણાએ એક અઠવાડિયા માટે લોકડાઉન લંબાવ્યું

હરિયાણામાં કોરોનાની સ્થિતિને જોતાં રાજ્ય સરકારે લોકડાઉન આગામી 24 મે સુધી લંબાવવાનું નક્કી કર્યું છે.આ અગાઉ લોકડાઉન 16 મે સુધી જ લાગુ હતું.આમ નવા આદેશ અનુસાર રાજ્યમાં આગામી એક અઠવાડિયા એટલે કે 17 થી 24 મે સુધી લોકડાઉનના પ્રતિબંધો લાગુ રહેશે.આમ લોકડાઉન હેઠળ રાજ્યમાં લગ્ન,અંતિમ સંસ્કારમાં 11થી વધુ લોકોના ભેગા થવાની મંજૂરી નહી હોય.આ સિવાય અનિલ વીજે જણાવ્યુ હતું કે લોકડાઉન દરમિયાન કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.ત્યારે રાજ્યમાં સક્રિય કેસ 1.16 લાખની આસપાસ હતા, જે ઘટીને 96,000 થઇ ગયા છે.આ સિવાય પ્રતિદિન આવનારા કેસોની સંખ્યા 15,000ની આસપાસ હતી,જે ઘટીને 9600 સુધી થઈ જવા પામી છે.આમ કોરોનાની બીજી લહેર વચ્ચે હરિયાણા સરકારે સૌથી પહેલાં 3 મેથી 10 મે સુધી એક સપ્તાહ માટે લોકડાઉન લગાવ્યું હતું.