લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / હરિયાણામાં ખાનગી નોકરીઓમાં સ્થાનિકોને 75 ટકા અનામત અપાશે

હરિયાણા સરકારે રાજ્યના યુવાનોને ખાનગી સેક્ટરમાં 75 ટકા અનામત આપવાના બિલને રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યે મંજૂરી આપી દીધી છે.ત્યારે ધ હરિયાણા સ્ટેટ એમ્પ્લોયમેન્ટ ઓફ લોકલ કેન્ડિડેટ્સ એક્ટ,2020 સમગ્ર હરિયાણામાં અમલી બની ગયું છે.જેનાથી પ્રાઇવેટ સેક્ટરમાં 75 ટકા નોકરીઓ હરિયાણાના યુવાનો માટે અનામત રાખવામાં આવશે.આમ ગયા વર્ષે નવેમ્બરમાં હરિયાણાના લોકોને રાજ્યની ખાનગી નોકરીઓમાં 75 ટકા અનામત આપતું બિલ હરિયાણા વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું.આમ આ બિલના વટહુમકને હરિયાણા સરકારની કેબિનેટે ગયા વર્ષે જુલાઇમાં મંજૂરી આપી હતી.જે બિલની જોગવાઇ મુજબ શરૂઆતમાં અનામત 10 વર્ષ માટે અમલી રહેશે.જેમાં 50,000થી ઓછા પગારની નોકરીઓમાં આ અનામત લાગુ પડશે.આમ આ અનામતનો લાભ મેળવવા માગતા ઉમેદવારનો જન્મ હરિયાણામાં થયો હોવો જોઇએ અથવા તેઓ છેલ્લા 15 વર્ષથી રાજ્યમાં રહેતા હોવા જોઇએ.