લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / હીરો મોટોકોર્પે હરિયાણા તેમજ ઉત્તરાખંડના પ્લાન્ટમાં પ્રોડક્શન શરૂ કર્યું

દેશની સૌથી મોટી ટૂ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની હીરો મોટોકોર્પે તેના 3 પ્લાંટસ પર ઉત્પાદન શરૂ કરી દીધું છે.જે પ્લાન્ટમાં પ્રોડક્શન શરૂ થયું છે તે હરિયાણા અને ઉત્તરાખંડ છે.આમ હીરો મોટોકોર્પે તેના તમામ પ્લાન્ટમાં ઉત્પાદન 22 એપ્રિલથી 2 મે સુધી બંધ કર્યું હતું.આમ હીરો મોટોકોર્પે જણાવ્યું છે કે હરિયાણાના ગુડગાંવ-ધારુહેડા અને ઉત્તરાખંડના હરિદ્વાર પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ થવા જઈ રહ્યું છે.આમ વર્તમાન સમયમાં ત્રણેય પ્લાન્ટમાં શિફ્ટમાં કામ કરવામાં આવશે.આમ હીરો મોટોક્રોપના હરિયાણા,ઉત્તરાખંડ,આંધ્રપ્રદેશના ચિત્તૂર,રાજસ્થાનના નીમરાણા અને ગુજરાતમાં હાલોલમાં પ્લાન્ટ છે.જે તમામ પ્લાન્ટ્સમાં 80 હજારથી વધુ કર્મચારીઓ કાર્યરત છે.આમ કંપનીએ વધુમાં જણાવ્યું છે કે 45 વર્ષથી વધુ ઉંમરના 90%થી વધુ કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી ચૂકી છે.