લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / આઈ.ટી જગતને પી.ડી.એફની ભેટ આપનારા ચાર્લ્સ ગેશ્કીનુ નિધન થયું

ઈન્ફર્મેશન ટેકનોલોજીની દુનિયામાં પી.ડી.એફની શોધ ખૂબ મહત્વની માનવામાં આવે છે.ત્યારે પી.ડી.એફના શોધક ચાર્લ્સ ગેશ્કીનુ 81 વર્ષની ઉમરે નિધન થયુ છે.જેઓ સોફટવેર બનાવતી કંપની એડોબના સહસ્થાપક હતા.આમ એડોબના સી.ઈ.ઓ શાતનુ નારાયણે કંપનીના કર્મચારીઓને સંબોધીને કહ્યુ હતુ કે,ચાર્લ્સનુ નિધન ઈન્ફર્મેશન ટેકનોલોજી જગત માટે મોટી ખોટ છે.જેઓ દાયકાઓ સુધી આ ક્ષેત્રમાં કામ કરનારા લોકો માટે માર્ગદર્શક તેમજ હીરો રહ્યા હતા.તેમણે બનાવેલા પરિવર્તનકારી સોફટવેરના કારણે કોમ્યુનિકેશનમાં ઘણો બદલાવ આવ્યો છે.આમ તેમણે વધુમાં કહ્યુ હતુ કે,ચકે કંપનીમાં ઈન્વેશનને પ્રોત્સાહન આપ્યુ હતુ.જેના પગલે પી.ડી.એફ,એક્રોબેટ અને ફોટોશોપ જેવા ક્રાંતિકારી સોફટવેર વિકસિત થયા હતા.

આમ ગેશ્કી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં રહેતા હતા.ગેશ્કીને ઇ.સ 2009માં અમેરિકાના તત્કાલિન પ્રમુખ બરાક ઓબામાએ નેશનલ મેડલ ઓફ ટેકનોલોજીથી સન્માનિત કર્યા હતા.આ સિવાય ઇ.સ 1992માં ગેશ્કીનુ અપહરણ કરવાનો પણ પ્રયાસ થયો હતો.પરંતુ ત્યારબાદ એક અપહરણકર્તા પકડાઈ ગયો હતો.