લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઇ.સી.સી ટી-20 રેન્કિંગમાં કોહલી-રાહુલને નુકસાન થયું,કીવીનો બેસ્ટમેન ચોથા સ્થાને આવ્યો

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને બેસ્ટમેન કે.એલ રાહુલને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલા બેસ્ટમેનોની ટી-૨૦ રેન્કિંગમાં એક-એક ક્રમનું નુકસાન થયું છે.આ પહેલા વિરાટ અને રાહુલ ક્રમશ ચોથા અને પાંચમાં નંબરે હતા,પરંતુ હવે બન્ને પાંચમાં અને છઠ્ઠા નંબરે પહોંચી ગયા છે.જ્યારે બાંગ્લાદેશ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કરતાં ન્યૂઝીલેન્ડના ડેવોન કોન્વે પાંચમાં સ્થાનેથી ચોથા ક્રમે આવી ગયો છે.

આમ આ રેન્કિંગમાં ઇંગ્લેન્ડનો બેસ્ટમેન ડેવિડ મલાન ૮૯૨ પોઇન્ટસ સાથે પ્રથમ નંબરે,ઓસ્ટ્રેલિયાના એરોન ફિંચ ૮૩૦ પોઇન્ટસ સાથે બીજા સ્થાને,બાબર આઝમ ૮૦૧ પોઇન્ટસ સાથે ત્રીજા ક્રમે છે.આમ વિરાટ અને કોન્વે વચ્ચે ૨૨ રેટિંગ પોઇન્ટસનું અંતર છે.

આમ આઇ.સી.સી દ્વારા જાહેર કરાયેલ બોલર્સની ટી-૨૦ રેન્કિંગની વાત કરવામાં આવે તો તેમાં દક્ષિણ આફ્રિકાનો તબરેજ શમ્સી ૭૩૩ પોઇન્ટસ સાથે પ્રથમ નંબરે,બીજા ક્રમે ૭૧૯ પોઇન્ટસ સાથે અફઘાનિસ્તાનનો સ્પિનર રાશિદ ખાન,ત્રીજા,ચોથા અને પાંચમાં ક્રમે ઓસ્ટ્રેલિયાનો એશ્ટન એગર,આદિલ રશીદ અને મુઝીબ ઉર રહેમાન છે.આમ બોલર્સની યાદીમાં ટોપ ૧૦ બોલર્સમાં એકપણ ભારતીય નથી.