લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઇ.સી.સી વીમેન્સ વનડે રેન્કિંગ- ભારતની સ્મૃતિ મંધાના છઠ્ઠા સ્થાને આવી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર સ્મૃતિ મંધાના આઈ.સી.સી વીમેન્સ વન-ડે રેન્કિંગમાં બે ક્રમ નીચે આવતા છઠ્ઠા ક્રમે પહોચી છે.જ્યારે બીજીતરફ ભારતીય ટીમની ઝડપી અને અનુભવી બોલર જુલન ગોસ્વામીએ પાંચમો ક્રમ યથાવત રાખ્યો છે.જ્યારે મિથાલી રાજ 687 પોઈન્ટ સાથે 9માં ક્રમે યથાવત રહી છે.આમ આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા વીમેન્સ વન-ડે રેન્કિંગમાં ટોપ 10માં ભારતની બે બેસ્ટ વુમનને સ્થાન મળ્યું છે.આમ ઈંગ્લેન્ડની ઓપનર ટી બ્યુમોન્ટ પાંચ ક્રમ આગળ વધીને ટોચના ક્રમે રહી છે.

આમ વન-ડે ટોપ 10 બોલર્સની યાદીમા જુલન ગોસ્વામી 691 પોઈન્ટ,પૂનમ યાદવ 679 પોઈન્ટ,શિખા પાંડે 675 પોઈન્ટ દીપ્તિ શર્મા 639 પોઈન્ટનો સમાવેશ થાય છે.જેમા પ્રથમ ક્રમે 804 પોઈન્ટ સાથે ઓસ્ટ્રેલિયન બોલર જેસ જોનાસન છે.