લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આઈ.આઈ.ટી બિહટામાં 15 છાત્રો કોરોના સંક્રમિત થતા આઈસોલેટ કરાયા

બિહારમાં કોરોનાનો કહેર યથાવત છે.ત્યારે આઈ.આઈ.ટી બિહટાનાં 15 છાત્રો કોરોના પોઝીટીવ જાહેર થયા છે.જેઓ હોળીની રજાઓ બાદ પોતાના ઘેરથી પાછા ફર્યા હતા.આમ આઈ.આઈ.ટી કેમ્પસમાં પહેલા ત્રણ છાત્રો કોરોના પોઝીટીવ જાહેર થયા હતા.ત્યારબાદ તેમનાં સંપર્કમાં આવેલા 41 છાત્રોનો ટેસ્ટ કરાયો હતો.જેમાંથી અન્ય 12 છાત્ર સંક્રમિત મળ્યા હતા.જયારે 13 છાત્રોમાં કોઈ લક્ષણો નહોતા આમ આ બધાને કેમ્પસમાં આઈસોલેટ કરવામાં આવ્યા છે.