લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ઈમરાનના સમર્થકોએ મહમ્મદ અલી જિન્નાના ઘરને આગને હવાલે કર્યું

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાનખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં ઘમાસાણ જામેલુ છે.ત્યારે તેમના સમર્થકો ઠેરઠેર લૂંટફાંટ અને આગચંપી કરી રહ્યા છે.ત્યારે તેઓએ લાહોરમાં આવેલા બંગલા નંબર 53ને પણ સળગાવી દીધો છે.આ મકાન પાકિસ્તાની આર્મીના કોર કમાન્ડરનુ ઘર હતુ પણ તેમાં પાકિસ્તાનના ફાધર ઓફ નેશન કહેવાતા મહોમ્મદ અલી જિન્ના ઇસ.1943 થી 1948 સુધી રહ્યા હતા.આ મકાન 130 વર્ષ જૂનુ છે.જે અગાઉ આ મકાન એક ભારતીય હિન્દૂ મોહનલાલ ભસીનનુ હતુ.જિન્નાના આ ઘરને તેમના મૃત્યુ બાદ પાકિસ્તાની સેનાએ ઉપયોગમાં લેવાનુ શરૂ કર્યુ હતુ.આ ઘર જિન્ના હાઉસ તરીકે પણ ઓળખાય છે.જે લાહોરમાં આવેલુ છે.