લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / ભારતે એક વર્ષમાં વિદેશમાથી 15 કરોડ જેટલા સ્માર્ટફોન મંગાવ્યા

વર્ષ-2020માં ભારતના સ્માર્ટફોન માર્કેટમાં 15 કરોડ સ્માર્ટફોનને ઈમ્પોર્ટ કરવામાં આવ્યા હતા.જેમાં વાર્ષિક હિસાબથી 1.7 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.આમ ઈન્ટરનેશનલ ડેટા કોર્પોરેશને જણાવ્યું હતું કે વર્ષ 2020માં વૈશ્વિક માર્કેટની ભારતમાં 48 ટકા ભાગીદારી સાથે વાર્ષિક રૂપે 12 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે.આમ દિવાળી પહેલાં અને ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં રિટેઈલ ક્ષેત્રમાં ધીમે-ધીમે વૃદ્ધિ જોવા મળી છે.આ દરમિયાન ભારતના ઓફલાઈન માર્કેટની ખરીદારીમાં 5 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે.

આમ ડિસેમ્બરના ત્રિ-માસિકમાં ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી 27 ટકા બજાર ભાગીદારી સાથે પ્રથમ સ્થાને રહી હતી.આ વર્ષે સ્માર્ટફોન બજારમાં 10 ટકાના દરથી વૃદ્ધિ થઈ શકે છે.આ દરમિયાન 5જી સ્માર્ટફોનનું શિપમેન્ટ 10 ગણું વધીને ત્રણ કરોડ સુધી પહોંચી શકે તેમ છે.

આમ વર્ષ 2020ના અંતિમ 6 મહિનામાં ભારતીય બજારમાં રેકોર્ડ 10 કરોડ સ્માર્ટફોનનું શિપમેન્ટ થયું હતું.જ્યારે પાછલા વર્ષે 19 ટકા ભાગીદારી સાથે સેમસંગ પ્રથમ સ્થાને રહ્યું હતું.જ્યારે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં 21 ટકાના વધારા સાથે 4.5 કરોડ સ્માર્ટફોન નોંધાયા હતા.