દેશમાં આગામી માસથી ફરી ચૂંટણીનો માહોલ સર્જાશે તે નિશ્ચિત છે.આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતાની રેલીમાં સંકેત આપતા આસામ સહિત અન્ય પાંચ રાજયની વિધાનસભા ચૂંટણીની જાહેરાત આગામી માસમાં થાય તેવું જણાવ્યું હતું.દેશમાં આસામ ઉપરાંત પ.બંગાળ,તામિલનાડુ, પોંડીચેરી અને કેરાલામાં વર્ષના મધ્ય સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પુરી કરવાની રહે છે.આમ આ રાજયોમાં આસામ સિવાય તમામ રાજ્યમાં વિપક્ષનું શાસન છે.જેમાં ભાજપ ખાસ કરીને પ.બંગાળમાં તૃણમુલ કોંગ્રેસને ટાર્ગેટ કરીને સતા મેળવવા માટે આતુર છે.ત્યારે છેલ્લા છ માસથી કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ,વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રાજયમાં આક્રમક પ્રચાર માટે આવી ગયા છે.જ્યારે આસામમાં ભાજપ શાસન જાળવી રાખવા આતુર છે ત્યારે કેરાલામાં પક્ષને કેટલી સફળતા મળે તે પ્રશ્ર્ન છે.તામીલનાડુમાં અન્નાડીએમકે સાથે ગઠબંધન છે અને જુનીયર પાર્ટનરની ભૂમિકામાં છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved