લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારત સામેની બીજી વન-ડેમાં ઈંગ્લેન્ડના બે ખેલાડીઓનું રમવું અનિશ્ચિંત

ટીમ ઈન્ડિયા સામે ટેસ્ટ અને ટી-20 હારી ચુકેલી ઈંગ્લેન્ડની ટીમની મુશ્કેલી પુરી થવાનું નામ નથી લઈ રહી.પૂણેમાં રમાયેલી વન-ડે સિરિઝની પ્રથમ મેચમાં 36 રનથી હાર મળી હતી.આમ ત્રણ મેચની સિરીઝમાં તે 0-1થી પાછળ રહી ગઈ છે.ત્યારે આગામી 26 માર્ચના રોજ રમાનારી બીજી મેચ મહત્વની સાબિત થાય તેવું લાગી રહ્યું છે.બીજીતરફ સિરીઝની બીજી વનડે પહેલા કેપ્ટન ઈયોન મોર્ગનનું રમવું શંકાસ્પદ છે.મોર્ગન ઉપરાંત સેમ બિલિંગ્સના રમવા પર પણ શંકા છે. આ બન્ને ખેલાડીઓ ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા.જેના કારણે બન્નેને મેદાનની બહાર જવું પડ્યું હતું.આમ જો મોર્ગેન બીજી વનડે મેચ નથી રમતો તો ઈંગ્લેન્ડ માટે ઝટકો હશે.પહેલી મેચમાં ઈંગ્લેન્ડનો મિડલ ઓર્ડર ફેલ રહ્યો હતો એવામાં મોર્ગન નહીં રમે તો ટીમ માટે મુશ્કેલી ઉભી થશે.જો ઈંગ્લેન્ડ આ સિરિઝ 0-3થી હારી જાય છે તો ટીમ ઈન્ડિયા આઈસીસીની રેન્કિંગમાં નંબર વનની પોઝિસન પર આવી જશે.