લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારત અને ઈંગ્લેન્ડ ક્રિકેટ સિરીઝ બાદ 11 એપ્રિલથી આઈપીએલની શરૂઆત થશે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ક્રિકેટ સિરીઝ આગામી પાંચમી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે.આ સિરીઝમાં 4 ટેસ્ટ,3 વન-ડે અને 5 ટી20 મેચ રમાશે.ત્યારે અંતિમ મુકાબલો 28 માર્ચે થશે.ત્યારપછી 11 એપ્રિલથી આઈપીએલની શરૂઆત થશે.આમ બંને વચ્ચે ફક્ત 13 દિવસનું અંતર રહેશે.જેમાં ટી20 લીગની ફાઈનલ 6 જૂને થશે.જો ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચશે તો 18 જૂને લોર્ડ્સ ખાતે ફાઈનલમાં ઉતરશે.આમ ત્રણેય ફોર્મેટમાં ભારતીય ખેલાડીઓ માટે ફેબ્રુઆરીથી જૂન એટલે કે પાંચ મહિના અત્યંત વ્યસ્ત રહેશે.આ સ્થિતિમાં કેપ્ટન વિરાટ કોહલી,રોહિત શર્મા,જસપ્રીત બુમરાહ સહિત અનેક ખેલાડીઓને બ્રેક આપવો જરૂરી છે જેથી તેઓ મહત્ત્વની મેચોમાં ફિટ રહી શકે.ઓસ્ટ્રેલિયા પ્રવાસ વખતે 8 ભારતીય ખેલાડી ઈજાગ્રસ્ત થયા હતા.આ કારણસર અનેક યુવા ખેલાડીઓને તક આપવી પડી હતી.
આ દરમિયાન ક્રિકેટ સંસ્થાઓના વર્કલોડ મેનેજમેન્ટ સામે સવાલ ઊભા થયા હતા.આમ 1 જાન્યુઆરી, 2018થી ભારત તરફથી સૌથી વધુ મેચ રમનારા ખેલાડીઓમાં કેપ્ટન વિરાટ કોહલી સૌથી આગળ છે. તેણે 103 મેચ રમી છે.રોહિત શર્મા 98 મેચ સાથે બીજા ક્રમે છે,ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અનેકવાર ઈજાથી પરેશાન રહ્યો છે પરંતુ 71 મેચ સાથે તે ઓવરઑલ પાંચમા નંબરે છે.

આમ આગામી 5 ફેબ્રુઆરીથી ઈંગ્લેન્ડ સિરીઝ શરૂ થશે અને વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલ 22 જૂને યોજાશે.એટલે કે કુલ 138 દિવસમાં ખેલાડીઓ 5 ટેસ્ટ,3 વન-ડે,5 ટી20 અને આઈપીએલની 14 મેચ રમશે.આમ આગામી પાંચ મહિનામાં દર ત્રીજા દિવસે ભારતીય ખેલાડીઓ મેચ રમશે.

દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે અને વેક્સિન પણ આવી ગઈ છે. આમ છતાં, બીસીસીઆઈ કોઈ જોખમ લેવા નથી માંગતી.આ કારણસર આ વખતે આઈપીએલની મેચ 8 વેન્યૂના બદલે ત્રણ કે ચાર વેન્યૂ પર જ કરાશે,જેથી જોખમ ઘટાડી શકાય.તે તમામ સ્થળે બાયોબબલ પણ બનાવવા પડશે.બોર્ડે ટી20 મુશ્તાક અલી ટ્રોફીને પણ ફક્ત 6 જ વેન્યૂ પર રાખી હતી.