લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / પૂણેમાં ભારત-ઇંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણી પ્રેક્ષકો વગર રમાડાશે

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવતા ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પૂણેમાં રમાનારી ત્રણ વન-ડેની શ્રેણી પ્રેક્ષકો વગર રમાશે.આમ એક સમયે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મંજૂરી ન મળી તો આ વન-ડે બીજે રમાશે તેવું લાગતું હતું.ત્યારબાદ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ વિકાસ કાકટર વચ્ચે થયેલી બેઠક પછી રાજ્ય સરકારે મંજૂરી આપી હતી.જેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશને જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાના કેસોમાં આવેલા ધરખમ ઉછાળાને ધ્યાનમાં રાખતા મુખ્યપ્રધાને પ્રેક્ષકો વગર મેચ રમાડવાની મંજૂરી આપી છે.જોકે તેમણે ખેલાડીઓ અને અધિકારીઓ માટે જરૂરી તમામ તકેદારીઓ લેવાનું કહ્યું છે.આમ એસોસિયેશને આઇસીસી, બીસીસીઆઇ તેમજ એમસીએના પ્રમુખ શરદ પવારનો આભાર માન્યો હતો.