લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારત- ઈંગ્લેન્ડ ચેન્નઈ ટેસ્ટમાં ભારતની સૌથી મોટી જીત થઈ, ઈંગ્લેન્ડનો 317 રનથી પરાજય

ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ચાર ટેસ્ટ મેચની સીરીઝની પહેલી મેચમાં 227 રનોથી હાર બાદ બીજી ટેસ્ટમાં ભારતના 482 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ ચોથા દિવસે 164 રન પર સમેટાઈ જતાં ભારતે 317 રનોથી જીત મેળવી હતી.આમ આ ઈંગ્લેન્ડ સામે ભારતની સૌથી મોટી જીત છે.

આમ આ પહેલા વર્ષ 1986માં લીડ્સમાં કપિલ દેવની કપ્તાનીમાં ઈંગ્લેન્ડને 279 રનથી પરાજય આપ્યો હતો. હવે આ એક રેકોર્ડ કોહલીના નામ સાથે જોડાઈ ગયો છે.જેની કપ્તાની હેઠળ ભારતે ઈંગ્લેન્ડને રેકોર્ડ રનોથી પરાજય આપ્યો તેટલું નહીં પરંતુ 89 વર્ષોના ટેસ્ટ ઈતિહાસની પાંચમી સૌથી મોટી જીત નોંધાવી છે.આમ ભારતીય ટીમે પોતાની સૌથી મોટી જીત સાઉથ આફ્રિકા સામે ડિસેમ્બર 2015માં દિલ્હીના કોટલામાં મેળવી હતી ત્યારે વિરાટ કોહલીની આગેવાનીમાં આફ્રિકાની ટીમને 337 રનોથી હાર આપી હતી.