Error: Server configuration issue
Home / Sports / ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટમેચમાં રોહિત શર્માએ ટેસ્ટ કારકિર્દીની 7મી સદી ફટકારી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નાઈ ખાતે બીજી ટેસ્ટમેચનો પ્રારંભ થયો છે.જેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.જેમાં ભારતીય ટીમના ઓપનર ખેલાડી રોહિત શર્માએ કારકિર્દીની 7મી સદી ફટકારતા તેમજ વાઈસ કેપ્ટન અજિંક્યા રહાણેએ સાથ આપતા ભારતે લંચ પછી મજબૂત પકડ બનાવી લીધી છે.
આમ આ મેચમાં શુભમન ગિલ અને કેપ્ટન વિરાટ કોહલી શૂન્ય રને આઉટ થઈ જતા ભારતનો સ્કોર એક તબક્કે ત્રણ વિકેટે 86 રન જ હતો.ત્યારબાદ રોહિત શર્માએ 130 બોલમાં 100 રન ફટકારી રમતમાં છે.રોહિતની લડાયક બેટિંગની મદદથી ભારતનો સ્કોર 43મી ઓવરમાં 150 રનને પાર થયો હતો.જેમાં ઈંગ્લેન્ડ તરફથી ઓલી સ્ટોન,જેક લીચ અને મોઈન અલીએ 1-1 વિકેટ ઝડપી છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved