ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ ડે-નાઇટ અને પિન્ક બોલ વડે રમાવવાની છે.ત્યારે આ પીચ સ્પિનરોની સાથે ફાસ્ટ બોલરોને પણ મદદ કરે છે તેમ મનાય છે.આના લીધે ભારત અને ઇંગ્લેન્ડ બંને ટીમને પિન્ક બોલ વડે રમાનારી ડે-નાઇટ ટેસ્ટમાં વિજયની આશા દેખાય છે.આમ ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજ વચ્ચે સ્પર્ધા છે.જેમાં જો ઉમેશ યાદવ ફિટ હશે તો જ તેને સમાવવામા આવશે તે નિશ્ચિત છે.આમ ઉમેશ યાદવ ભારતીય પીચો પર ઘણો અસરકારક રહ્યો છે.અમદાવાદમાં રમાનારી ડે-નાઇટ ટેસ્ટ ૨૪મી માર્ચથી શરૂ થશે.ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં અશ્વિન અને અક્ષર પટેલે ૧૫ વિકેટ ઝડપી હોવાથી તેમનું સ્થાન નિશ્ચિત મનાય છે.ત્યારે ઉમેશ યાદવ ઓસ્ટ્રેલિયા સામે ડિસેમ્બરમાં મેલબોર્નમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ઇજા પામ્યો હતો.ઉમેશ યાદવ મોટેરાની સૂકી પીચ પર કેટલો અસરકારક નીવડે છે તે જોવું મહત્ત્વનું રહેશે.
ત્યારે બીજીબાજુ પિન્ક બોલ વડે ટેસ્ટ રમવાની હોવાથી ઇંગ્લેન્ડ પણ ઉત્સાહિત છે.આ ઉપરાંત ઇંગ્લેન્ડે એન્ડરસનને રોટેશન પોલિસી મુજબ ફરીથી ટીમમાં લીધો છે આ સાથે તેની સાથે બેરીસ્ટોનો સમાવેશ કરાયો છે.આ ઉપરાંત જોફ્રા આર્ચર પણ ત્રીજી ટેસ્ટમાં રમશે.સ્ટુઅર્ટ બ્રોડને આરામ આપવામાં આવશે. સ્વિંગ માસ્ટર એન્ડરસનને આ પીચ પર સારી એવી મદદ મળે તેવી આશા રાખવામાં આવી રહી છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved