આવતીકાલે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદનાં મોટેરા ક્રિકેટ મેદાન ખાતે બંને દેશો વચ્ચે ગુલાબી બોલ વડે ડે-નાઇટ ટેસ્ટ મેચનો શુભારંભ થવા જઇ રહ્યો છે.વિશ્વનું સૌથી વધુ કેપેસીટીવાળુ મોટેરા સ્ટેડીયમ એક લાખ 10 હજારની ક્ષમતા ધરાવે છે.આમ નવા સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ રમાશે.આમ ચાર ટેસ્ટ મેચોની શ્રેણી પૈકીની પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ભારતને 227 રને હરાવ્યું હતું,જયારે ચેન્નાઇ ખાતેની બીજી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 317 રને પરાજીત કર્યું હતું.
આમ પ્રથમ ટેસ્ટમાં જો રૂટે 100મી ટેસ્ટ રમતા 218 રનની બેવડી ઇનિંગ્ઝ રમી હતી,તે સાથે જ તે ક્રિકેટ વિશ્વનો એકમાત્ર એવો બેટ્સમેન કે જેણે 100મી ટેસ્ટ રમતા શાનદાર બેવડી સદી ફટકારી હતી. જયારે બીજી ટેસ્ટમાં રોહિત શર્માએ 161 રનની ઇનિંગ્ઝ રમી જ્યારે અક્ષર પટેલ અને રવિચંદ્ર અશ્વિને ઇંગ્લેન્ડનાં બેટ્સમેનોને સસ્તામાં પેવેલીયન ભેગા કર્યા હતા.આમ વિરાટ કોહલીએ ઘરઆંગણે ર1 ટેસ્ટ મેચોમાં વિજય પ્રાપ્ત કરીને ધોનીનાં વિજયની બરોબરી કરી છે,ત્યારે મોટેરા સ્ટેડિયમમાં જો વિરાટ વિજય પ્રાપ્ત કરશે તો એક નવા માઇલસ્ટોનનો ઉમેરો થશે.આમ ઇશાંત શર્મા માટે પણ આ મેદાન 100મી ટેસ્ટ રમવા માટે યાદગાર બની જશે.રવિચંદ્ર અશ્વિને 76 ટેસ્ટમાં 394 વિકેટો ઝડપી છે.
આમ ભારત તરફથી 100 ટેસ્ટ મેચો રમનાર ખેલાડીઓમાં સચિન તેંડુલકર (200),રાહુલ દ્રવિડ(163) સુનિલ ગાવસ્કર(125),વીવીએસ લક્ષ્મણ (134),વિરેન્દ્ર સહેવાગ (103),સૌરવ ગાંગુલી (113),દિલીપ વેંગસરકર (116),કપિલ દેવ(131),અનિલ કુમ્બલે(132),હરભજનસિંહ (103) છે.આમ કપિલ દેવ બાદ ઇશાંત શર્મા 100 ટેસ્ટ રમનાર ભારતનો એકમાત્ર બીજો ઝડપી ગોલંદાજ છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved