લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કોરોના- ભારત બાયોટેકે શરૂ કરી નેઝલ વેક્સિનની ટ્રાયલ,10 લોકોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા

દેશમાં કોરોના વાયરસ વિરૂદ્ધ વેક્સિનેશનનું કામ ચાલી રહ્યું છે ત્યારે આ મિશનમાં વધુ એક સફળતા હાથ લાગી છે.જેમાં હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપનીએ નેઝલ વેક્સિનની ટ્રાયલ શરૂ કરી દીધી છે.તેમાં નાક દ્વારા વેક્સિનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે જે કોરોના સામે કારગર સાબિત થઈ શકે છે.આમ ભારત બાયોટેકે વર્ષની શરૂઆતમાં ફેઝ-1 ટ્રાયલ માટે મંજૂરી માંગી હતી.જેને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા તરફથી મંજૂર કરવામાં આવી હતી.ત્યારબાદ આ સપ્તાહની શરૂઆતથી જ હૈદરાબાદની એક હોસ્પિટલમાં ઈન્ટ્રાનેઝલ વેક્સિનની ટ્રાયલ શરૂ કરી દેવામાં આવી હતી.આ ટ્રાયલ માટે 10 લોકોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે,જ્યારે બે લોકોને વેક્સિન અપાઈ ચુકી છે.આમ ભારત બાયોટેક મુજબ જે બે વ્યક્તિને વેક્સિન આપવામાં આવી છે તેઓ બિલકુલ સ્વસ્થ છે.આમ નેઝલ વેક્સિનની ટ્રાયલ સંપૂર્ણપણે સફળ થાય અને તેને મંજૂરી મળે તો કોરોના વાયરસનું જોખમ રોકવામાં ખૂબ કારગર સાબિત થશે.આ વેક્સિન નાકથી આપવામાં આવતી હોવાથી વધુ કારગર સાબિત થાય તેવી શક્યતાઓ છે.આમ ભારત બાયોટેક દ્વારા નિર્મિત કોરો-ફ્લૂના એક ટીપાથી કામ થઈ જશે.

નેઝલ વેક્સિનના ફાયદાઓ- ઈન્જેક્શનથી છુટકારો,નાકના આંતરિક હિસ્સામાં ઈમ્યુન તૈયાર થવાથી શ્વાસ વડે સંક્રમણનું જોખમ ઘટશે, ઈન્જેક્શનથી છુટકારો મળવાના કારણે હેલ્થવર્કર્સને ટ્રેઈનિંગની જરૂર નથી,ઓછું જોખમ હોવાથી બાળકો માટે પણ વેક્સિનેશનની સુવિધા સંભવ,ઉત્પાદન સરળ હોવાથી સમગ્ર વિશ્વમાં ડિમાન્ડ પ્રમાણે ઉત્પાદન અને સપ્લાય સંભવ

આમ ભારતમાં વર્તમાન સમયમાં બે વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે.જેમાં સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન છે.આ બંને વેક્સિનના બે ડોઝ આપવામાં આવે છે.જેના વચ્ચે 28 દિવસનો ગાળો રાખવામાં આવે છે.