લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભારત બાયોટેકે કોવેક્સિનના ત્રીજા તબ્બકાના ટ્રાયલના આંકડા જાહેર કર્યા

ભારત બાયોટેક અને ઇંડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા વિકસિત કરાયેલી કોરોના રસી કોવેક્સિનની ટ્રાયલના ત્રીજા તબક્કાનું પરિણામ જાહેર કરાયું છે.જેમાં આ રસી ટ્રાયલના ત્રીજા તબક્કામાં ૮૧ ટકા અસરકારક પુરવાર થઇ છે.ટ્રાયલના ત્રીજા તબક્કામાં આશરે ૨૫,૮૦૦ લોકોનો સમાવેશ કરાયો હતો જેમને આ રસી આપવામાં આવી હતી અને બાદમાં તેમના શરીર પર તેની કેટલી અસર થઇ તેની તપાસ કરવામાં આવી હતી.આમ આ ટ્રાયલને દેશની અત્યારસુધીની સૌથી મોટી ટ્રાયલ માનવામા આવી છે.આમ રસીકરણનો વર્તમાન સમયમાં બીજો તબક્કો ચાલી રહ્યો છે જેમાં ૬૦ વર્ષથી વધુ વયના અને ૪૫ વર્ષથી વધુ વયના પણ રોગ હોય તેમને આ રસી આપવામાં આવી રહી છે.

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૪,૯૮૯ કેસો સામે આવ્યા હતા,જ્યારે વધુ ૯૮ લોકોના મોત નિપજ્યા હતા.ત્યારે બીજીતરફ કુલ મૃત્યુઆંક વધીને ૧,૫૭,૩૪૬ને પાર કરી ગયો હતો. આમ દરરોજ ૯૮થી વધુ લોકો કોરોનાથી જીવ ગુમાવી રહ્યા છે.ત્યારે હાલ એક્ટિવ કેસોની સંખ્યા ૧,૭૦,૧૨૬એ પહોંચી ગઇ છે.

આમ વર્તમાનમાં જે નવા કેસો સામે આવ્યા છે તેમાં ગુજરાત,મહારાષ્ટ્ર,કર્ણાટક,તમિલનાડુ, પંજાબ,કેરળ સહિતના રાજ્યો ટોચના સ્થાને જોવા મળે છે.જ્યાં દેશના કુલ દૈનિક કેસોના ૮૫.૯૫ ટકા કેસો સામે આવ્યા છે.આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ હવે રસીકરણના બીજા તબક્કાના ત્રીજા દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ રસીનો પહેલો ડોઝ લીધો હતો.ત્યારબાદ તેમણે નાગરિકોને પણ રસી લેવાની અપીલ કરી હતી. બીજીતરફ દૈનિક કેસોમાં અચાનક ઉછાળો આવતા સરકારો ચિંતામાં મુકાઇ છે અને નાગરિકોને વધુ યોગ્ય રીતે કોરોનાની ગાઇડલાઇનને અનુસરવાની અપીલ કરાઇ છે.