મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસમાં વધારાનો સિલસિલો યથાવત છે.ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4787 નવા કેસ મળ્યા છે.આમ 5 ડિસેમ્બર બાદ ફરી કેસમાં વધારો નોંધાયો છે.રાજ્યમાં છેલ્લા 7 દિવસમાં 3,000થી વધુ દૈનિક કેસ નોંધાતાં સરકારની ચિંતામાં વધારો થતો જોવા મળી રહ્યો છે.આમ સમગ્ર દેશની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 12,881 નવા દર્દી નોંધાયા છે.જ્યારે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને એક કરોડ છ લાખથી વધુ થઈ ચૂકી છે.
આમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 12,881 નવા દર્દી મળ્યા છે.આમ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 1,09,50,201 થઈ ગઈ છે.આ દરમિયાન 101 લોકોએ સંક્રમણને કારણે પોતાનો જીવ ગુમાવતા કુલ મૃત્યુઆંક વધીને 1,56,014 થઈ ગયો છે.આમ દેશમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને 1,06,56,845 થઈ ગઈ છે.આમ છેલ્લા 24 કલાકમાં 11,987 દર્દીઓએ વાઈરસને હરાવી દીધો છે.આમ વર્તમાન સમયમાહાલ કોવિડ-19ના સક્રિય કેસોની સંખ્યા 1,37,342 છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved