બ્રિટનમાં ભારતીયોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.દેશમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે યુ.કેએ ભારતને લાલ યાદીમાં મૂકી દીધું છે.ત્યારે હવે પછીના નવા ઓર્ડર સુધી ભારતીયોની બ્રિટનમા એન્ટ્રી થઈ શકશે નહી.પરંતુ ભારત તરફથી યુ.કે અથવા આઇરિશ નાગરિકત્વ ધરાવતા લોકો માટે પ્રવેશ ઉપલબ્ધ રહેશે.આમ આ અગાઉ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોનસે પોતાનો ભારત પ્રવાસ રદ કર્યો હતો.ત્યારપછી ભારતને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે.આમ ભારત પહેલાં,પાકિસ્તાન સહિત અન્ય ઘણા દેશોને બ્રિટન દ્વારા રેડ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે કે જ્યાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
આમ બ્રિટીશ અને આઇરિશ નાગરિકત્વ ધરાવતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે નહી.પરંતુ આવા લોકોએ સરકાર દ્વારા નક્કી કરેલી ક્વોરેન્ટાઇન હોટલોમાં 10 દિવસ રોકાવું પડશે.જેમાં આઇસોલેશનની અવધિ પૂરી કર્યા પછી જ આ લોકો તેમના ઘરે પાછા ફરી શકશે.
International ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved