લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશમાં સળંગ પાંચમા દિવસે કોરોનાથી મૃત્યુઆંક 100ની નીચે જોવા મળ્યો

દેશમાં કોરોના વાઈરસના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાઈ રહ્યો છે.ત્યારે વિતેલા 24 કલાકમાં કોરોનાના નવા 11,067 પોઝિટિવ કેસો નોંધાયા છે.આમ દેશમાં સતત પાંચમા દિવસે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો આંક 100થી નીચે રહ્યો છે.આમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા એક દિવસમાં કોરોનાથી વધુ 94 દર્દીનાં મોત થતા કુલ મૃત્યુઆંક વધીને 1,55,252 થયો છે.જ્યારે કોરોનાના વધુ 11,067 કેસો નોંધાતા અત્યારસુધીમાં કુલ કેસનો લોડ વધીને 1,08,58,371 થયો છે.ત્યારે બીજીતરફ દેશમાં કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓનો કુલ આંક 1,05,61,608 થયો છે.આમ દેશમાં કોરોના રિકવરી દર 97.27 ટકા તથા મૃત્યુદર 1.43 ટકા થયો છે.

આમ કોરોનાના સક્રિય કેસો બે લાખથી નીચે 1,41,511 થયા છે.જે કુલ કેસ લોડના 1.30 ટકા છે. આમ આઈસીએમઆરના આંકડા મુજબ દેશમાં 9 ફેબ્રુઆરીના કોરોનાના 7,36,903 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.આમ અત્યારસુધીમાં કુલ 20,33,24,655 કોરોના સેમ્પ્લનું ટેસ્ટિંગ કરાયું છે.

આમ દેશમાં વિતેલા 24 કલાકમાં 94 દર્દીના થયેલા મૃત્યુમાં મહારાષ્ટ્રમાં 35,કેરળમાં 19,પંજાબમાં 8 પશ્ચિમ બંગાળમાં 6નો સમાવેશ થાય છે.જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 51,360 દર્દીઓનાં મોત થયા છે.