લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશના 17 રાજ્યોમાં એક દેશ-એક રેશનકાર્ડની સિસ્ટમ લાગુ કરાઇ

દેશમાં 17 રાજ્યોએ એક દેશ એક રેશનકાર્ડની સિસ્ટમ લાગુ કરી દીધી છે.આમ ઉત્તરાખંડ આ સુધારાને લાગુ કરનાર 17મુ રાજ્ય બન્યુ છે.આ સિસ્ટમ હેઠળ રેશનકાર્ડ ધરાવનાર વ્યક્તિ સિસ્ટમમાં સામેલ કોઈપણ રાજ્યમાં હોય તો ત્યાંની દુકાન પરથી અનાજ ખરીદી શકે છે.બીજીતરફ આ યોજનામાં સામેલ રાજ્યોને વધારાની લોન આપવાની સરકારે ઓફર કરી છે.આમ આ યોજનાના કારણે પ્રવાસી મજૂરો અને તેમના પરિવારોને વધારે લાભ થશે કે જેઓ મોટાભાગે કામકાજ માટે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતા હોય છે.આ પ્રકારના સુધારાના કારણે દેશના કરોડો લોકોને લાભ થશે.જેમાં ખાસ કરીને એવા લોકો કે જેઓ અસંગઠિત ક્ષેત્રમાં રોજગાર મેળવતા હોય છે અને એક રાજયમાંથી બીજા રાજ્યમાં જતા હોય છે.