લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભારતમાં કરાર આધારિત કર્મચારીઓ 2.35 કરોડ થશે

નિયત સમય અને નિયત પગાર પર કામ કરતા કર્મચારીઓની સંખ્યા ભારતમાં આવનારા 2029-230 સુધીમાં વધીને 2.35 કરોડ થઇ જવાની શક્યતા છે.જ્યારે વર્ષ 2020-21માં આ પ્રકારના કર્મચારીઓની સંખ્યા 77 લાખ હતી.આ રિપોર્ટમાં કરાર પર કામ કરતા કર્મચારીઓ અને તેમના પરિવારો માટે સામાજિક સુરક્ષા વધારવા માટેની ભલામણ કરવામાં આવી છે.વર્ષ 2029-2030 સુધી કર્મચારીઓની સંખ્યા બિનકૃષિ કાર્યબળના 6.7 ટકા અને ભારતની કુલ આજીવિકાના 4.1 ટકા થવાની શક્યતાઓ છે.જે કર્મચારીઓને મોટાપાયે પ્લેટફોર્મ અને નોન-પ્લેટફોર્મ કર્મચારીઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે.પ્લેટફોર્મ કર્મચારીઓનું કામ ઓનલાઇન સોફ્ટવેર એપ અથવા ડિજિટલ પ્લેટફોર્મ પર આધારિત હોય છે,જ્યારે નોન-પ્લેટફોર્મ કર્મચારી સામાન્ય રીતે દૈનિક પગારવાળા શ્રમિક હોય છે જે પાર્ટટાઇમ કે ફુલટાઇમ કામ કરે છે.આ કર્મચારીઓ મોટેભાગે રિટેલ વેપાર અને વેચાણ તથા પરિવહન ક્ષેત્રમા રહ્યા હતાં.આ ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રકચર તથા નાણા અને વીમા પ્રવૃત્તિઓમાં પણ તેમની ભૂમિકા જોવા મળી હતી.