લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભારતમાં દિલ્હી સહિત કેટલાક શહેરોમાં પર્યાવરણનું જોખમ તોળાઈ રહ્યું છે

ભારત અને વિશ્વ કોરોનાના સંક્રમણ સામે ઝઝૂમી રહ્યું છે તે સમયે કોરોનાની ભયંકર સ્થિતિ આગામી સમયમાં સર્જાવાનો ભય વ્યક્ત થાય છે. ત્યારે વિશ્વના 414 શહેરોમા રહેતા 150 કરોડથી વધુ લોકો ભારે પ્રદૂષણ,પાણીની તંગી અને અત્યંત ગરમીનો આગામી સમયમાં સામનો કરશે. આમ ભારતના 43 સહિત વિશ્વના 100 શહેરો સૌથી વધુ જોખમી યાદીમાં આવ્યા છે જેમાં પ્રદૂષણના કારણે હવાનું પ્રદૂષણ,કુદરતી આફતનું પ્રમાણ ઉંચુ જોવા મળશે.આમ વિશ્વના ટોચના 20 જોખમી શહેરોમાં ભારતના 13નો સમાવેશ થાય છે.જેમાં પાણી અને હવાનું પ્રદૂષણ સૌથી વધુ હશે.આ સિવાય કુદરતી આફતની સ્થિતિવાળા શહેરોમાં ચીનના બે શહેરો ગોંગઝોઉ અને ડોંગોન છે.જયાં પુરની સ્થિતિ ખતરનાક બનશે. જયારે ભુકંપ અને ટાયફૂનમાં જાપાનના ઓસાકા અને ટોકીયો સૌથી ભયજનક સ્થિતિમાં છે.