ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે ચોથી ટેસ્ટ રમાશે. જે ટેસ્ટ ભારત જીતે અથવા ડ્રો કરે તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ક્વોલિફાઇ કરી લેશે.ત્યારે ભારતના ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં દેશનો ચોથા હાઈએસ્ટ વિકેટ ટેકર બોલર બની શકે છે.જેમાં ભારત માટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ શિકાર કરવાનો રેકોર્ડ અનિલ કુંબલેના નામે છે.જેમાં કુંબલેએ ત્રણેય ફોર્મેટમાં કુલ 956 વિકેટ ઝડપી છે.હરભજનસિંહે 711 વિકેટ,કપિલદેવ 687 વિકેટ જ્યારે ઝહીર ખાને 610 વિકેટ સાથે અનુક્રમે બીજા,ત્રીજા અને ચોથા સ્થાને જોવા મળે છે.ત્યારે અશ્વિનની અત્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 603 વિકેટ છે.જેમાં તે ચોથી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં થઈને કુલ 8 વિકેટ લે તો ઝહીર ખાનને પાછળ છોડીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં દેશનો ચોથો હાઈએસ્ટ વિકેટ ટેકર બોલર બની શકે તેમ છે.
આ સિવાય ભારતીય ટીમના કેપ્ટન કોહલી પણ વધુ 2 નવા રેકોર્ડસ બનાવી શકે છે.જેમા તેઓ ધોની સાથે સંયુક્તપણે સૌથી વધુ ટેસ્ટ રમનાર ભારતીય કપ્તાન ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ વિરાટ કોહલીની કેપ્ટન તરીકે 60મી ટેસ્ટ હશે.ભારત માટે કપ્તાન તરીકે સૌથી વધુ ટેસ્ટ રમનાર કપ્તાનની યાદીમાં તેઓ મહેન્દ્રસિંહ ધોનીની બરાબરી કરશે. ધોનીએ ટેસ્ટમાં ભારતના કપ્તાન તરીકે 60 ટેસ્ટમાં ફરજ નિભાવી છે અને કેપ્ટન કોહલી તેની બરાબરી કરશે.આ સિવાય 12 હજાર રન કરનારા ત્રીજા કેપ્ટન બનશે.આમ તેઓ અમદાવાદ ખાતેની ચોથી ટેસ્ટમાં વધુ 17 રન કરવાની સાથે જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કેપ્ટન તરીકે 12 હજાર રન પૂરા કરશે.તે આ સિદ્ધિ મેળવનાર ત્રીજા કપ્તાન બનશે.તેની પહેલાં ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ 15,440 રન અને સાઉથ આફ્રિકાના ગ્રેમ સ્મિથ 14,878 રન સાથે આ માઈલસ્ટોન મેળવી શક્યા છે.
ઇંગ્લેન્ડ સામે અમદાવાદ ખાતેની ચોથી ટેસ્ટ ભારતના ટેસ્ટ ઇતિહાસની ઓવરઓલ 550મી ટેસ્ટ હશે.આમ સૌથી વધુ ટેસ્ટ મેચ રમવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડના નામે છે.જેમાં ઇંગ્લેન્ડે 1033 ટેસ્ટ રમી છે.ઓસ્ટ્રેલિયા 834 ટેસ્ટ,વેસ્ટ ઇન્ડિઝ 552 ટેસ્ટ રમી છે.
ભારત આ મેચ જીતશે તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ ટેસ્ટ જીતીને ફાઇનલમાં ક્વોલિફાય કરશે.આમ ભારત અને ઇંગ્લેન્ડ બંનેએ વર્તમાન ટૂર્નામેન્ટમાં સંયુક્તપણે 11-11 મેચ જીતી છે.આમ આ મેચ જીતીને ભારતીય ટીમ ચેમ્પિયનશિપમાં 12 ટેસ્ટ જીતનાર પ્રથમ દેશ બનશે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved