લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારત સામેની ટી-20 શ્રેણી માટે ઇંગ્લૈંડ ખેલાડીઓનું અમદાવાદમાં આગમન થયું,ક્વોરન્ટીનમાં રહેશે

ભારત ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 10 વિકેટે જીત્યું હતું.જે મેચ બે દિવસમાં સમાપ્ત થઈ ગઈ હતી.આમ ભારત હવે અંતિમ ટેસ્ટ ડ્રો કરશે તો પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ક્વોલિફાય કરી લેશે.આમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેની પ્રથમ ટી-20 મેચ માટે લોકો અત્યારથી સીટ બુક કરવા પ્રયાસ કરી રહ્યા છે.આમ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે 12,14,16,18 અને 20 માર્ચના રોજ ટી-20 મેચ રમાશે.ત્યારે ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ખેલાડીઓ અમદાવાદ આવી પહોંચ્યા છે.જેમાં જેસન રોય,સેમ બિલિંગ્સ,સેમ કરન,ટોમ કરન,લિયમ લિવિંગસ્ટોન,ડેવિડ મલાન,રિસી ટોપલે,જેક બોલ સહિતના ખેલાડીઓનો સમાવેશ થાય છે.