લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારત- ઇંગ્લેન્ડની ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમમાંથી બૂમરાહને રિલીઝ કરાયો

ભારતીય ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડ સામેની અમદાવાદમાં રમાનાર ચોથી ટેસ્ટ અગાઉ ઝડપી બોલર જસપ્રિત બૂમરાહને ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યો છે.આમ આગામી ગુરુવારથી અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી અને સીરિઝની અંતિમ ટેસ્ટ રમાશે.આમ ભારતે મોટેરામાં ત્રીજી ડે-નાઈટ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને બે દિવસમાં 10 વિકેટે હરાવતા સીરિઝમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે.ત્યારે બૂમરાહને પાંચ ટી-20 અને ત્રણ વન-ડે મેચમાં અગાઉથી આરામ આપવામાં આવ્યો છે.આમ ભારતે ઓસ્ટ્રેલિયામા ટેસ્ટ શ્રેણીમાં વિજય મેળવ્યો હતો.જેમાં ત્રણ ટેસ્ટ મેચમાં 11 વિકેટો ઝડપી હતી.