લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ 205 રનમાં ઓલઆઉટ,અક્ષર-અશ્વિન છવાયા

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝની ચોથી ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાઇ રહી છે.જેમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ ૨૦૫ રનમાં ઓલઆઉટ થઈ ગઇ છે.જેમાં અક્ષર પટેલને ૪ અને અશ્વિનને ૩ વિકેટ મળી જ્યારે મોહમ્મદ સિરાજે 2 વિકેટ ઝડપી હતી.આમ અશ્વિને જેક લીચને એલબીડબ્લ્યૂ આઉટ કરતાની સાથે જ ઇંગ્લેન્ડની પારી ૨૦૫ રને સમેટાઇ ગઇ હતી.ત્યારબાદ ભારતીય ટીમે પોતાની પ્રથમ પારીમાં પ્રથમ વિકેટે 24 કર્યા છે.ત્યારે રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારા રમતમાં છે.