લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઇતિહાસમાં પ્રથમવાર ડિજિટલ વસ્તીગણતરી થશે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને દાયકાનું પ્રથમ બજેટ સંસદમાં રજૂ કર્યું હતું.જેમાં તેમણે દેશના પાયાના માળખાને મજબૂત કરવાને લઈને મોટી જાહેરાત કરી છે.આ ઉપરાંત સીતારમને પોતાની બજેટ સ્પીચમાં કહ્યું હતું કે,વર્ષ ૨૦૨૧ની વસ્તીગણતરી પણ ડિજિટલ હશે, જે ભારતના ઈતિહાસમાં પહેલીવાર થશે.આ વસ્તીગણતરી માટે ૩૭૬૮ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.નાણામંત્રી સીતારમને કહ્યું કે આ એક ઐતિહાસિક પગલું છે જેનાથી દેશની તસવીર બદલાઈ જશે.

આમ આ પહેલાં ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે ડિજિટલ ઈન્ડિયા મિશનને પ્રોત્સાહન આપવા માટે આ વખતની વસ્તીગણતરી ડિઝિટલ અર્થાત મોબાઈલ એપ થકી કરવામાં આવશે અને પેપર વર્ક થશે નહીં.આ વસ્તીગણતરી માર્ચ ૨૦૨૧માં થશે અને ૧૬ ભાષામાં કરવામાં આવશે.આ વસ્તીગણતરી એપમાં લોકોના પાનનંબર,વોટર આઈડી કાર્ડ અને આધારનંબર નાખવામં આવશે.આ દરમિયાન લોકોના રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટ્રેશન એટલે કે એનપીઆરના આંકડા પણ લેવામાં આવશે.આમ ૯ થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી લોકોની વસ્તીગણતરી કરવામાં આવશે.ત્યારબાદ ૧ લી માર્ચથી ૫ માર્ચ સુધી એકત્ર થયેલા ડેટાનું પ્રોસેસિંગ કરવામાં આવશે.

આમ કોઈપણ દેશ કે કોઈપણ ક્ષેત્રના લોકો અંગે સત્તાવાર રીતે માહિતી પ્રાપ્ત કરવી અને તેનો રેકોર્ડ જાળવી રાખવો તેને વસ્તીગણતરી કહેવામાં આવે છે.આ વસ્તીગણતરીની પ્રક્રિયા પ્રતિ ૧૦ વર્ષે કરવામાં આવે છે અને સરકારી આદેશ હેઠળ કરવામાં આવે છે.વસ્તીગણતરીમાં ફક્ત લોકોની જ ગણતરી કરવામાં આવતી નથી.પરંતુ તેના થકી લોકોની આર્થિક પરિસ્થિતિ,આરોગ્યની સ્થિતિ,શિક્ષણની સ્થિતિ, ઘર,રોજગાર જેવી બાબતોની પણ નોંધણી કરવામાં આવે છે.એટલું જ નહીં વસ્તી ગણતરી થકી જન્મદર, મૃત્યુદર,ભાષા,ધર્મ,જાતિ,સ્થળાંતર જેવી બાબતોની જાણકારી એકત્ર કરવામાં આવે છે.

આ વસ્તી ગણતરીના આધાર પર સરકાર દેશ માટે પ્લાન તૈયાર કર્યા છે કે કયાં અને કેવી રીતે નવી સુવિધા ઉપલબ્ધ કરાવવાની છે.વસ્તી ગણતરીની સમગ્ર પ્રક્રિયા કેન્દ્રીય ગૃહમંત્રાલયની દેખરેખ હેઠળ કરવામાં આવે છે.