લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશમાં પ્રથમ સીએનજી ટ્રેકટર લોન્ચ થશે

દેશભરમાં પ્રદુષણને અટકાવવા અને પર્યાવરણને બચાવવા માટે સરકાર અનેક દિશામાં કામ કરી છે. ત્યારે દિલ્હી ખાતે દેશનું સૌપ્રથમ સીએનજી સંચાલીત ટ્રેકટર લોન્ચ થયુ છે.જેમાં દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીનાં હસ્તે સીએનજી ટ્રેકટર લોન્ચ કરવામાં આવ્યું છે.આ સીએનસી ટ્રેકટર પર્યાવરણ અને પ્રદુષણ સાથે ખેડૂતોને ડીઝલના ખર્ચનો બોજ પણ ઘટશે.આમ માર્ગ પરિવહન મંત્રાલય તરફથી સીએનજી ટ્રેકટરને માન્યતા આપવામાં આવતા સીએનજી ટ્રેકટરો બજારમાં ઉપલબ્ધ થશે.જેમાં ટ્રેકટરમાં સીએનજી કીટ ફીટ થઇ શકશે અને ટ્રેકટર સ્ટાર્ટ કરતી વખતે ડીઝલની જરૂરીયાત રહેશે ત્યારબાદ એન્જીન ચાલુ થયા બાદ ઓટોમેટીક સીએનજીનો વપરાશ શરૂ થશે.આમ દર વર્ષે ખેતીમાં ખેડૂતોને લાખો રૂપિયાનો ડીઝલ ખર્ચનો બોજ ઉઠાવવો પડે છે.જેમાં હવે મોટી બચત થશે અને નવા સીએનજી ટ્રેકટરથી પ્રદુષણનું સ્તર અને પર્યાવરણને ફાયદો થશે.આમ આ સીએનજી ટ્રેકટર મેન્ટેનસની દ્રષ્ટિએ પણ ઓછુ ખર્ચાળ બનશે.