લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ભારત પાસેથી ઇજિપ્ત 1,80,000 ટન ઘઉં ખરીદશે

વિશ્વના સૌથી મોટા ઘઉંના આયાતકાર ઇજિપ્તે ભારત પાસેથી 1,80,000 ટન ઘઉં ખરીદવા કરાર કર્યા છે.ઇજિપ્ત અનાજમાંથી વધારે લોટ કાઢવા અને બ્રેડ બનાવવા માટે બટાકાનો ઉપયોગ કરવાની પદ્ધતિઓ શોધી રહ્યું છે કારણ કે તે ઘઉંની આયાતને ઘટાડવા માંગે છે.ફેબ્રુઆરી માસમાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના પરિણામે ત્યાંથી અનાજની શિપમેન્ટ બંધ થઇ જતા વર્તમાન સમયમા ઇજિપ્ત ઘઉંની જરૂરિયાત સંતોષવા ભારતમાંથી આયાત પર વધુ નિર્ભર જોવા મળી રહ્યુ છે.રશિયા-યુક્રેનના યુદ્ધથી ઘઉંના આયાત ખર્ચમાં વધારો થયો છે.ઇજિપ્ત તેની 10.3 કરોડ વસ્તીમાંથી 7 કરોડથી વધુ લોકોને મોટી સબસિડીવાળી બ્રેડ ઉપલબ્ધ કરાવવા માટે આયાતી ઘઉં પર નિર્ભરતા રાખે છે.આમ અગાઉ ઇજિપ્તે ભારત પાસેથી 5,00,000 ટન ઘઉં ખરીદવા સહમત થયુ હતુ પરંતુ ભારતે તે મહિને ઘઉંની નિકાસ પર એકાએક પ્રતિબંધ મૂકી દીધો હતો.