લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અફઘાનિસ્તાને કોરોના વાયરસની રસી મોકલવા બદલ ભારતનો આભાર માન્યો હતો

ભારતે રવિવારના રોજ અફઘાનિસ્તાનને કોરોના વાયરસનાં 5,00,000 ડોઝ મોકલ્યા છે.ત્યારે અફઘાનિસ્તાને આ માટે ભારતનો આભાર માનતા કહ્યું હતું કે આ સહ્રદયતા અને બંને દેશો વચ્ચેના મજબુત સંબંધની પ્રતિબધ્ધતાનો પુરાવો છે.આમ અફઘાનિસ્તાનનાં વિદેશપ્રધાન મોહમ્મદ હનીફ અતમરે રસી મોકલાવવા માટે અને રોગચાળાને ફેલાતો રોકવામાં મદદ કરવા માટે ભારતીય સમકક્ષ એસ.જયશંકર તેમજ ભારતનાં લોકો અને સરકાર પ્રત્યે આભાર પ્રગટ કર્યો હતો.

આમ મોહમ્મદ હનીફ અતમરે ભારતનાં સહયોગને સહ્રદયતા અને મજબુત સંબંધોનું પ્રતિક બતાવતા ભારતે મોકલેલા કોરોના વાયરસની રસીની ખેપને અફઘાનિસ્તાનનાં કાર્યકારી લોકઆરોગ્ય પ્રધાન વાહીદ મજરોહે કાબુલમાં ભારતીય દુતાવાસનાં પ્રભારી રઘુરામ એસ પાસેથી પ્રાપ્ત કરી હતી.