પ્રખ્યાત પત્રકાર અને લેખિકા ફાતિમા આર.જકરિયાનું 85 વર્ષની ઉંમરે અવસાન થયું છે.જેઓ થોડા દિવસ અગાઉ કોરોના પોઝિટિવ આવ્યા હતા.ત્યારબાદ ઓરંગાબાદ ખાતેની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.આમ કોરોના ગાઈડલાઈન્સના પાલન સાથે મૌલાના આઝાદ કેમ્પસમાં તેમના સ્વર્ગીય પતિ ડૉ.રફીક જકરિયાની કબરની બાજુમાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.આમ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને ઈસ્લામિક વિદ્વાન સ્વર્ગીય ડૉ.રફીક જકરિયાના પત્ની ફાતિમા જકારિયા વર્તમાનમાં પ્રસિદ્ધ એવી એક પત્રિકાના સંપાદક હતા.જેઓ છેલ્લા થોડા વર્ષોથી ઓરંગાબાદમાં રહીને પ્રતિષ્ઠિત મૌલાના આઝાદ એજ્યુકેશન ટ્રસ્ટનું કામ સંભાળી રહ્યા હતા.
આમ કોંગ્રેસી નેતા સ્વર્ગીય ડૉ.રફીક જકરિયાએ ઇ.સ 1963માં એમ.એ.ઈ.ટીની સ્થાપના કરી હતી.ત્યારબાદ ઇ.સ 1983માં પત્રકારત્વમાં એકતા માટે ફાતિમા જકરિયાને સરોજિની નાયડુ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.આ સાથે સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ઉલ્લેખનીય કામ કરવા બદલ ભારત સરકારે ઇ.સ 2006માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved