ભારતમાં છેલ્લા કેટલાક સમયથી નબળા પડેલા કોરોના કેસોમાં ફરી એકવખત વધારો થયો છે.ત્યારે મહારાષ્ટ્રમાં 9000થી વધુ કેસ નોંધાવા સાથે સમગ્ર ભારતમાં 17,407 નવા કેસ નોંધાયા છે.આમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પ્રમાણે ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં 17,407 નવા કેસ નોંધાયા છે જેમાં 89 લોકોના મોત નિપજયા છે.આમ આ સાથે ભારતમાં કોરોનાના કુલ કેસ 1.11 કરોડ થયા છે,જયારે મૃત્યુઆંક 1.57 લાખ થયો છે.આમ છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાએ મહારાષ્ટ્રમાં 9855 કેસ નોંધાયા હતા.જેમાં મુંબઈ,નાગપુર,પુના જેવા શહેરોમાં નવા કેસોમાં નોંધપાત્ર વધારો થયો હતો.ત્યારે બીજીતરફ પાટનગર દિલ્હી,ગુજરાત,કર્ણાટક જેવા રાજયોમાં પણ નવા કેસોમાં વૃદ્ધિ નોંધાઈ હતી. આમ ભારતમાં કોરોનાના કુલ કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં છે.જ્યાં કુલ આંકડો 21.69 લાખ પર પહોંચ્યો છે,કેરળમાં કુલ કેસ 10.64 લાખ, કર્ણાટકમાં 9.52 લાખ,આંધ્રપ્રદેશમાં 8.90 લાખ,તામીલનાડુમાં 8.52 લાખ કેસો થયા છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved