લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારતીય બોલર અશોક ડિંડાએ ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત જાહેર કરી

ભારત અને બંગાળના અનુભવી ફાસ્ટ બોલર અશોક ડિંડાએ ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત જાહેર કરી છે.જેનાથી તેના દોઢ દાયકા સુધી ચાલેલા કેરિયરનો અંત આવ્યો છે.જેમાં ભારત માટે 13 વન ડે,9 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાનાર 36 વર્ષના અશોક ડિંડાએ વર્ષ 2019-20ના સત્રમાં એક રણજી ટ્રોફી રમવા માટે શિસ્તભંગની કાર્યવાહીનો સામનો કર્યા બાદ તેઓ ગોવા સાથે જોડાઈ ગયા હતા.જેમાં તેમણે ગોવા માટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ત્રણ મેચ રમી હતી.

આમ ડિંડાએ ઈડન ગાર્ડનમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે,હું ક્રિકેટના બધા ફોર્મેટમાંથી સન્યાસ લઈ રહ્યો છું.આ બાબતે બીસીસીઆઈ અને ગોવા ક્રિકેટ સંઘને ઈ-મેલ કરી દીધો છે.ડિંડાએ બીસીસીઆઈના અધ્યક્ષ અને પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને ધન્યવાદ કહ્યું હતું.જેમણે વર્ષ 2005-06માં લોકોના વિરોધ છતા પૂણેમાં મહારાષ્ટ્રની સામે ડેબ્યુ કરવાનો મોકો આપ્યો હતો.ડિંડાએ ઈન્ડિયન પ્રીમીયર લીગમાં દિલ્હી ડેયરડેવિલ્સ,કોલકતા નાઈટ રાઈડર્સ,પૂણે વોરિયર્સ અને રાઈજિંગ પૂણે સુપરજાઈંટ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લેરનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

આમ ડિંડાએ 78 આઈપીએલ મેચમાં 22.20ના સ્ટાઈકરેટથી 68 વિકેટ લીધી હતી.ડિંડા 116 પ્રથમ શ્રેણીની મેચ રમ્યા હતા.જેમા તેમણે 420 વિકેટ લીધી હતી અને ડાબા હાથના પૂર્વ સ્પિનર ઉત્પલ ચેટર્જી બાદ બંગાળના બીજા સૌથી સફળ બોલર બન્યા હતા.બંગાળ ક્રિકેટ સંઘના અધ્યક્ષ અવિષેક ડાલમિયા, સચિવ સ્નેહાશીષ ગાંગુલી અને સયુક્ત સચિવ દેવવ્રત દાસે ડિડાને તેમના યોગદાન માટે ધન્યવાદ આપી ચાંદીની તકતી આપી હતી.