લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભારત વિશ્વના 25 દેશોને કોમર્શિયલ બેઝ પર 2.40 કરોડ વેક્સીન ડોઝ સપ્લાય કરશે

કોરોના મહામારી વિરુદ્ધ લડાઇમાં ભારત દુનિયાના અનેક દેશોને વેક્સીનની મદદ પહોંચાડી રહ્યું છે.જે હેઠળ વિતેલા દિવસોમાં ભારત દ્વારા બાંગ્લાદેશ,નેપાળ સહિતના દેશોમાં વેક્સીન ડોઝ મોકલવામાં આવ્યા હતા.ત્યારે હવે ભારત ફેબ્રુઆરી મહિનામાં કોમર્શિયલ બેઝ પર વિશ્વના અન્ય 25 દેશોને 2 કરોડ 40 લાખ કોરોના વેક્સીનના ડોઝ સપ્લાય કરવાનો નિર્ણય લીધો છે.આમ જાન્યુઆરીમાં ભારત એક કરોડ પાંચ લાખ વેક્સીન ડોઝ અન્ય દેશોને પહોંચાડ્યા હતા.પરંતુ આ મહિને વેક્સીન સપ્લાયનું પ્રમાણ લગભગ ડબલ છે.

આમ વિદેશ મંત્રાલય આંતરરાષ્ટ્રીય દેશો અને સંગઠનોને કોમર્શિયલ આધાર પર વેક્સીન એક્સપોર્ટ પર નજર રાખશે.જેમાં અત્યારસુધી ભારત 20 દેશોને સીરમ ઇન્સ્ટીટ્યૂટ દ્વારા ઉત્પાદન કરાયેલી વેક્સીનના 1.60 કરોડ ડોઝ સપ્લાય કરી ચૂક્યુ છે.આ દેશોની યાદીમાં બાંગ્લાદેશ,મ્યાનમાર,ભૂટાન,નેપાળ, અફઘાનિસ્તાન,શ્રીલંકા,બહેરીન,ઓમાન,બારબાડોસ,ડોમિનિકા જેવા દેશોને આશરે 60 લાખ વેક્સીન ડોઝ સપ્લાય કરવામાં આવ્યા છે.જ્યારે બ્રાઝીલ,મોરક્કો,દક્ષિણ આફ્રિકા સહિત સાત દેશોમાં કોમર્શિયલ આધારે એક કરોડથી વધુ વેક્સીન ડોઝ સપ્લાય કરવામાં આવ્યા હતા.

જ્યારે ફેબ્રુઆરીમાં સઉદીઅરબ,બ્રાઝીલ,મોરોક્કો,મ્યાનમાર,નેપાળ,નિકારાગુઆ,મોરેશિયસ,ફિલિપાઈન્સ, સર્બિયા,યૂએઇ,કતર સહિતના 25 દેશોને કોમર્શિયલ બેઝ પર 2 કરોડ 40 લાખ વેક્સીન ડોઝ સપ્લાય કરવાના છે.જોકે ભારત પાસેથી કોરોના વેક્સીન સપ્લાય મેળવવા માટે કેનેડાએ પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ વર્તમાન યાદીમાં તેમનું નામ સામેલ કરાયુ નથી.