લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ભારતથી ઓસ્ટ્રેલિયાની વિમાની સેવા પરનો પ્રતિબંધ દૂર કરાયો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હવાઈ સેવા બંધ કરવામાં આવી હતી.જે પુન: શરૂ થઈ ગઈ છે.આમ ભારતમાં કોરોના સંક્રમણ વધવાના કારણે ઓસ્ટ્રેલિયાએ ભારત સાથેની તમામ વિમાની સેવાઓ સ્થગીત કરી હતી.પરંતુ હવે ફરી એકવખત તે સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે.ત્યારે ઓસ્ટ્રેલિયા જનારા નાગરિકો માટે રેપીડ તેમજ આરટીપીસીઆર રીપોર્ટ જરૂરી બની જશે તેવી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરીસને જાહેરાત કરી હતી.આમ છેલ્લા કેટલાક દિવસથી ઓસ્ટ્રેલિયા જવા માંગતા 10 હજાર જેટલા મુસાફરો ફસાઈ ગયા હતા.આમ ભારતમાં રમાતી આઈપીએલ રદ થતા ભારતમાં રહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો પણ હતા.જેઓ માલદીવ થઈને સ્વદેશ પરત ફર્યા હતા.