લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / વાયુસેનામા અગ્નીવીર અંગે 1.83 લાખ અરજીઓ મળી આવી

કેન્દ્ર સરકારે જાહેર કરેલી અગ્નિપથ યોજના હેઠળ સેનામાં ભરતી માટે પ્રથમ અરજીની શરૂઆત ભારતની વાયુસેના દ્વારા કરવામાં આવી હતી.ત્યારે વાયુસેનાએ અગ્નિપથ હેઠળ અગ્નિવીર વાયુ માટે નોંધણી શરૂ કરવામા આવતા કરતા દેશભરમાંથી પાંચ દિવસમાં 1.83 લાખ જેટલી અરજીઓ થઇ હોવાનું જણાવ્યું હતું.જેમા કેન્દ્ર સરકારે આ યોજના જહેર કર્યા બાદ દેશના બિહાર,ઝારખંડ,ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં સેનામાં ભરતી થવા ઇચ્છતા લોકોએ અગ્નિપથ યોજનાનો હિંસક વિરોધ શરૂ કર્યો હતો ત્યારે વિરોધ પક્ષોએ પણ યોજના પરત લેવા કેન્દ્ર સકરાર સમક્ષ માંગણી કરી હતી.આમ આ યોજના હેઠળ 17 થી 21 વર્ષના યુવાનોને સેનામાં ચાર વર્ષ માટે નોકરી ઉપર રાખવામાં આવશે.ત્યારપછી 25 ટકા નોકરી કરવા લાયક બનશે,જયારે બાકીનાને એક ચોક્કસ રકમ આપી છુટા કરવામાં આવશે.