ભારત કોરોના વાયરસની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યુ છે ત્યારે અગાઉની દરેક આફતની જેમ આ વખતે પણ વાયુસેના દેશનુ સંકટ દુર કરવા માટે એક્શનમાં આવી ગયું છે.જેમાં ભારતીય વાયુસેનાએ 42 જેટલા માલવાહક વિમાનો તેમજ બીજા ડઝનબંધ હેલિકોપ્ટરને મેદાનમાં ઉતાર્યા છે.જેના થકી કોરોના સામે જરૂરી મેડિકલ ઈક્વિપમેન્ટની હેરફેર થઈ રહી છે.આમ વર્તમાન સમયમાં જ્યારે દેશમાં ઓક્સિજન સિલિન્ડરની કમી છે ત્યારે વાયુસેનાએ અત્યારસુધીમાં 180 જેટલા ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનરને નિયત જગ્યાએ પહોંચાડ્યા છે ત્યારે આ સાથે ઓક્સિજન સિલિન્ડર,ઓક્સિજન સાથે સંકળાયેલા બીજા ઉપકરણો તેમજ જરૂરી દવાઓનુ પણ ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવ્યું છે.
આ સિવાય રેપિડ એક્શન મેડિકલ ટીમ,નૌસેનાના ડોકટરો,હેલ્થ વર્કરોને પણ વાયુસેનાએ એરલિફટ કર્યા છે.આ કામગીરી માટે વાયુસેના દ્વારા સી-17,આઈએલ-76,દસ સી-130,20 એએન 32 વિમાન સહિતના હેલિકોપ્ટરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આમ બેંગકોક,સિંગાપુર,દુબઈથી 13 ખાલી કાર્યોજેનિક ટેન્કર સ્વદેશ લાવવામાં આવ્યા હતા.જ્યારે ઓક્સિજન ટેન્કરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved