ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનના જથ્થામાં ફરી એકવાર વધારો થવાનો છે.જેમાં રાફેલ લડાકુ વિમાનોનો નવો જથ્થો ભારત પહોંચી રહ્યો છે.આમ ત્રણ રાફેલ વિમાન સાંજે અંબાલા એરબેઝ ઉપર લેન્ડ કરશે.આ ત્રણેય વિમાન ફ્રાન્સથી ભારત સુધીનું અંદાજે 7 હજાર કિલોમીટરનું અંતર કાપશે.યુએઈના આસમાનમાં જ ત્રણેય વિમાનોમાં એર ટુ એર રિફ્યુલિંગ (ઈંધણ ભરપાઈ) કરવામાં આવશે.
ભારત સરકારે ફ્રાન્સ સાથે 36 રાફેલ વિમાનોની ખરીદી કરી છે જેમાંથી 21 વિમાન ભારતને સોંપવામાં આવ્યા છે.જોકે અત્યારસુધી 11 રાફેલ વિમાન જ ભારત આવ્યા છે.જે તમામ અંબાલામાં કાર્યરત વાયુસેનાના ગોલ્ડન એરો સ્કોડ્રનનો હિસ્સો છે અને આજે જે ત્રણ રાફેલ આવશે તેને પણ ગોલ્ડન એરો સ્કોવડ્રનમાં સામેલ કરવામાં આવશે.આમ આ 14 રાફેલ વિમાનોને વાયુસેના જરૂરિયાત પ્રમાણે ગમે ત્યારે અને ગમે ત્યાં ઉપયોગ કરી શકે છે.પરંતુ સ્કોડ્રનની પ્રથમ જવાબદારી દેશના પશ્ચિમ અને ઉત્તરમાં ચીન-પાકિસ્તાન સાથે જોડાયેલી હવાઈ સીમાને સુરક્ષિત રાખવાની છે.
આ લડાકુ વિમાનોનો વધુ એક જથ્થો એપ્રિલના અંતમાં આવશે.એપ્રિલમાં આવનારા જથ્થામાં 3ની જગ્યાએ 5 રાફેલ લડાકુ વિમાન હશે. જે વિમાનોને પશ્ચિમ બંગાળના હાશિમારા એરબેસ ઉપર તૈનાત કરવામાં આવશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved