લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ઇન્ડિયન એરફોર્સની તાકાતમાં થશે વધારો

અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ જો બિડેને ભારત તરફ પોતાની મિત્રતાનો હાથ આગળ કર્યો છે.ત્યારે બાઈનની ટીમ દ્વારા અત્યાધુનિક ફાઇટર પ્લેન F-15EX આપવાની મંજુરી આપી છે.હવે ભારતીય એર ફોર્સને ઝડપથી F-15EX વિમાન મળી શકે છે.

આમ બોઇંગ ઇન્ટરનેશનલ સેલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રિયલ પાર્ટરશિપ્સની વીપી મારિયા એચ લેને સમાચારને સમર્થન આપતા જણાવ્યું હતું કે ભારત અને અમેરિકાની સરકારો વચ્ચે વાતચીત થઇ છે.ત્યારે બંને દેશોની વાયુ સેનાઓએ F-15EXની માહિતીનું આદાન-પ્રદાન કર્યું છે.આમ અમેરિકાની સરકારે ભારતને F-15EX વિમાન આપવાના અમારા લાયસન્સ સંબંધી પ્રસ્તાવને મંજુરી આપી છે.આમ ઇન્ડિયન એરફોર્સમાં રાફેલ બાદ અમેરિકાની ફાઇટર પ્લેન બનાવતી કંપની બાઇંગનું F-15EX વિમાન આવતા સૈન્યની તાકાતમાં વધારો થશે.F-15EX વિમાન બોઇંગ F-15ની શ્રેણીનુ વિમાન છે.F-15EX તમામ પ્રકારના હવામાનમાં કારગર છે.આમ બેંગાલુરૂમાં આયોજિત એરો ઇન્ડિયા 2021માં F-15EX વિમાનને પ્રદર્શિત કરવામાં આવશે.