લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રેલ્વે સ્ટેશન પર હાઈસ્પીડ વાઈફાઈ મળશે

દેશના રેલવે સ્ટેશનો પર મફતમાં વાઈફાઈ સુવિધાની સાથે રેલવેએ કમાણીનો રસ્તો શોધી લીધો છે.રેલ્વે સ્ટેશનોએ અડધા કલાક સુધી એક એમબીપીએસ સ્પીડ સુધી મફત વાઈફાઈની સુવિધા મળતી રહેશે,જ્યારે અડધા કલાક બાદ યાત્રી ઈન્ટરનેટ સુવિધા ચાલુ રાખવા માંગે તો તેમના માટે પેઈડ-વાઈફાઈ પ્લાન લોન્ચ કર્યો છે.જેમાં અડધા કલાક બાદ 5 જીબી હાઈસ્પીડ વાઈફાઈનો ઉપયોગ કરવા માંગતા હો તો આપને 10 રૂપિયા ચૂકવવા પડશે.સ્ટેશન પર હાઈસ્પીડ ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.મફત વાઈફાઈ સુવિધા યાત્રીને એક એમબીપીએસ પર સ્પીડ પર મફત અપાય છે તો પેઈડ વાઈફાઈની સુવિધા 34 એમબીપીએસ સ્પીડની હશે.પોસ્ટપેઈડ પ્લાન અંતર્ગત 5 જીબી ડેટા પેક માટે 10 રૂપિયા ચાર્જ વસુલવામાં આવશે,જ્યારે 10 જીબી ડેટા ઉપયોગ કરવા માટે 15 રૂપિયા આપવા પડશે.